ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
અમોને પ્રીતનો મંજૂર છે અંજામ રાણાજી,
હવે કાં હાથ બળશે કાં થવાશે રાખ રાણાજી.
તમારા હાથમાં તલવાર છે એનાથી અમને શું?
અમારા હાથમાં રહેશે સદા કરતાલ રાણાજી.
નિરાશા સાંપડે તરસ્યા મુસાફરને અહીં આવી,
અમે વ્હાલા વિના સૂકી પડેલી વાવ રાણાજી.
હા, થોડી માત્રામાં દુનિયા તરફથી રોજ મળતું'તું.
અસર એથી નથી થઈ ઝેરની કંઈ ખાસ રાણાજી.
નહીંતર વીર યોદ્ધા ક્યાંય પણ મસ્તક ઝુકાવે નહિ,
સતીનું સત હશે અથવા પ્રભુનું ધામ રાણાજી.
લો, સુખ-દુઃખના ઉતારી આપું છું આભૂષણો તમને,
હવે ભગવો ભલો અમને અને ગિરનાર રાણાજી.
- રિન્કુ રાઠોડ
મીરાં... સાહિત્ય અને ભક્તિજગતનું એક અદ્ભુત પાત્ર. એનું નામ લેતાની સાથેએક પ્રેમદિવાની આંખ સામે તાદૃશ્ય થઈ જાય, જે કરતાલ સાથે પિયુનાયાદમાં મગ્ન હોય. કરતાલ સાથે પ્રેમીની ઝંખના રાખતી સ્ત્રીમાનવઇતિહાસમાં એકમાત્ર મીરાં છે. તેના હૃદયના સરોવરમાં પ્રણયની મસ્તીઅને ભક્તિની કસ્તી બંને સમાન રીતે તરી રહ્યાં છે. એની ગતિને વેગ આપે છેતેની કવિતાનાં – તેનાં પદ-ભજનનાં હલેસાં. મીરાં તો ભાવનાની તરજ છે, એનેગાઈ લેવાની હોય. એને રાગથી નહીં ગાવ તો ચાલશે, પણ અનુરાગ તોજોઈશે જ. મીરાં તર્કનો નહીં અર્કનો વિષય છે. તર્કમાં પડશો તો અર્ક ચૂકીજશો. મીરાં તો ભાવનાનું ઝરણું છે, એમાં ડૂબકી મારવાની હોય. તમે એઝરણાના પાણીને પાત્રમાં ભરીને H2Oની ચર્ચા કરવાના હોય તો રહેવા દેજો. મીરાંએ હૃદયમાં જે આવ્યું તે ગાયું. એ કંઈ લખીને સુધારવા નહોતી બેઠી કેઆ કવિતામાં આટલી માત્રા છે, આવો લય છે, લઘુ ખૂટે છે, ગૂરુ વધારે છે. અક્ષરોની માત્રા ગણશો ત્યારે હંમેશાં હદ આવશે, જ્યારે પ્રેમની માત્રા તોઅનહદ છે. મીરાં આ અનહદની પ્રવાસી છે.
બાળપણથી જ મૂર્તિ પ્રત્યે માયા બંધાઈ જાય અને આજીવન એને જ પોતાનોપ્રાણપ્રિય માની લે, તેની માટે રાજપાટ છોડી દે, કરતાલ લઈને ભજનો ગાતાં-ગાતાં નૃત્ય કરે, સમાજની હાંસી વહોરી લે, એ ઘટના ચમત્કારથી ઓછીનથી. મીરાં એ પ્રેમનો ભક્તિભર્યો ચમત્કાર છે. આ ચમત્કાર ગુજરાતીભાષામાં થયો છે એ આપણું સદભાગ્ય.
આમ તો કૃષ્ણને ગોપીભાવે ઘણા ભક્તોએ ભજ્યા છે, પણ મીરાંની વાતનોખી છે. નરસિંહ પણ ગોપી બને છે, પણ તેનામાં રહેલો પુરુષ, ઊંડે ઊંડે પણપુરુષ રહે છે. જ્યારે મીરાં તો તન-મન-ધન બધી રીતે પ્રેમદિવાની છે. એટલે જતો એને જગતની તમા નથી. એ રોકડું પરખાવી શકે છે કે પહેલા મારો કાનો, પછી આ જમાનો.
રિન્કુ રાઠોડે મીરાંના આ મિજાજને પોતાની ગઝલમાં બખૂબી ઝીલ્યો છે. મીરાંપ્રીતમાં કોઈ પણ અંજામ આવે તો પાછી પડે તેમ નથી. એ રાણાને ચોખુંપરખાવી શકે છે. જેના આત્માની ગાદી પર સ્વયં શ્યામમનોહર મહારાણાબનીને બેઠા હોય, એને મન એક નાનકડા રાજપાટના રાણાની શું તમા. એનેઝેરનો કટોરો આપો (વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે) કે એની સૂળી પર સેજબિછાવો (સુલી ઉપર સેજ હમારી). સાચી પ્રીતનું અમૃત પીને બેઠી છે, એનેજગતનું ઝેર શું અસર કરે? ઝેર પીને પણ એ તો એમ જ ગાશે, “એ રી મૈં તોપ્રેમદિવાની. મેરો દર્દ ના જાણે કોઈ.”
પ્રેમદિવાની તો રાધા પણ છે, પણ દિવાનગીમાં પ્રથમ ક્રમે તો મીરાં જ. રાધા તોકવિઓની કલ્પના છે, ઇતિહાસમાં ક્યાંય એના સગડ મળતાં નથી. જ્યારેમીરાં જીવંત પાત્ર છે. રાધા એ ફાગણ છે, જ્યારે મીરાં જોગણ. રાધા મિલનછે, મીરાં વિરહ. રાધા પ્રેમનો ઉત્સવ છે, મીરાં વિરહનું હૃદયચીરતું ગાન. રાધાસ્મિત છે તો મીરાં આંસુ. મીરાંના સમગ્ર જીવનનો અર્ક એ જ છે કે — પ્રેમનેએટલો ઉત્કટ બનાવો કે ભક્તિ બની જાય અને ભક્તિમાં એટલા ઊંડા ડૂબોકે એ પ્રેમ બની જાય. બસ, આટલું થઈ શકે તો આપણામાં મીરાંપણું જાગીશકે.
ભગવાન બુદ્ધે ભક્તજનો માટે કહેલી વાતથી અટકીએ.
લોગ આઉટઃ
કાંસાનું પાત્ર સવળું હોય ત્યારે તેને સહેજ ટકોર લાગે તો ખૂબ અવાજ કરે અનેઘણી વાર સુધી ધ્રૂજ્યા કરે. પણ તેને ઊંધું મૂકી દીધું હોય તો જરા પણઅવાજ ન થાય. તેવી રીતે જે માણસ જગત પાસેથી સુખની આશા રાખે છેતેને બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થતાં સુખદુઃખ, હર્ષશોક થયા કરે છે. જે પ્રભુ-ભક્તિમાં અંતર્મુખ બન્યો તે નિજાનંદની મસ્તીમાં સદાય સુખી સંતુષ્ટ રહે છે.
- ભગવાન બુદ્ધ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો