લેબલ દુહા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ દુહા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

દુહા

૧.
અડધા પડધા ગળા મહીં, ને અડધા આખ્યુંમાં,
બેઉં ભાગમાં વ્હેંચી દીધા અમે અમારા ડૂમા.

૨.
કોને ભાલે થાવું તીલક, કોના ભાલે આળ?
કંકુ અંદર બેસી ચાંલ્લા વ્હેંચે જુઓ કપાળ!

૩.
મીણ-બરફની ભાઈબંધીનું આ તે કેવું ગાન?
ભેગા થઈને બેઉં કરે છે સૂર્ય પકડવા પ્લાન.

૪.
પ્રિય સ્વજનની ખબર કાઢવા જાતા થાતું આમ
અંદર બાહર બેઉં તરફથી થાતો ટ્રાફિક જામ

૫.
લાશ ઉંચકતા પિતાને ના પૂછો પૂત્રનો ભાર,
આની કરતા તો સારો છે ઊંચકવો ગિરનાર.

- અનિલ ચાવડા