મારા વિશે

નામ : અનિલ ચાવડા

ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com
મો. 09925604613
C-303, અર્જુન વિલા, આનંદ પાર્ટી પ્લોટ પાસે, ક્રિષ્ના બંગલોની પાછળ, જીએસટી ફાટક, ન્યૂ રાણીપ, અમદાવાદ-382480, ગુરજરાત, ભારત.
પ્રિય મિત્રો,
હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ બે-અઢી હજારની વસ્તી ધરવતું એક સાવ નાનકડું અંતરિયાળ ગામ છે. આ ગામમાં મારો જન્મ થયો. હાલમાં અમદાવાદમાં રહું છું. મારું અમદાવાદમાં આવવું એ પણ એક અકસ્માત જ છે. કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રખ્યો છે.
હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.
કવિતા સાથેનો મારો સંબંધ એક પ્રેમિકા તરીકેનો, એક મા તરીકેનો, પિતા તરીકેનો, ભાઈ તરીકેનો, બહેન તરીકેનો, દોસ્ત તરીકેનો, દુશ્મન તરીકેનો, અજાણી વ્યક્તિ તરીકેનો એમ અનેક પ્રકારનો છે. એ મને અનેક વ્યક્તિ તરીકે, સ્થળ તરીકે, પ્રસંગ તરીકે અનેક રીતે મળે છે.
મારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તે વચકો અને વિવેચકો નક્કી કરશે. મને મારા સુધી પહોંચતી કવિતાની કેડી જેવી સમજાઈ, દેખાઈ કે મારાથી જેટલી જાણી શકાઈ એ તમને જણાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. મારો કોઈ જ દાવો નથી કે હું ગામડામાંથી અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે હું ખૂબ જ સારી કવિતાઓ લખું છું – મહાન કવિતાઓ લખું છું. મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.

વધારે માહિતી આપ નીચેની લિંક પરથી મેળવી શકશો.

3 ટિપ્પણીઓ: