પાંચ હાઈકુ

૧.
ચકલી ઉડે
ઈયળ લઈ ચાંચે
જુએ છે બાજ

૨.
વાયુ આવતા
ડાળ શરમાઈને
ધરા ખોતરે

૩.
વસંત પાસે
પાન લઈને વૃક્ષ
સીવે છે ડાળ

૪.
ફળ મંદિરે
ખિસકોલીઓ ખાય
ઈશ્વર હાથે

૫.
વિવિધ રંગે
લીટા કર્યા આભમાં
સ્વર્ગના બાળે

- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો