સૂકાભઠ ખેતરિયા જીવતર પર ચોમાસા જેમ કોક બેક ઘડી ખાબકે!
ઘરની પછીત ઉપર બૂશકોટ સાથ હોય ઓઢણીય ટીંગાતી ખીંટીએ
એવી એ લાલચટક મહોલાતે છલકાતા દિવસોમાં આપણેય વીતીએ
ક્યાં સુધી વીંધાવું રોજરોજ આમ હવે એકલતા નામે આ ચાબખે?
સાચું કહે મનજીડા, આનાથી જાજું કંઈ ઇચ્છ્યું છે આપણે?
ગામલોક? લ્યા એની શું પરવા કંઈ કૂવા પર ગરણાં બંધાય નહિ!
આપણુંય નામ કોક મેંદીમાં મૂકે બસ એટલીય મંછા રખાય નહિ?
ગાગરની જેમ કોક ઊંચકો કે પીંડ પડ્યો લંબાતી ઉંમરના ચાકડે!

~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો