ભય મને મારા વિના બીજી કશીયે વાતનો નહિ.
જે બતાવે જોઈ લઉં છું, જે કહે તે સાંભળી લઉં,
કેમ માનું હું બધું સાચું? ભરોસો કાચનો નૈં.
કઈ પળે ક્યારે સ્વજન બદલાય એ જાણો જ છો આપ,
વન બળે તો દોસ્ત થઈ જાતો પવન પણ આગનો; નૈં?
‘ફૂલ સુંઘ્યાની હૃદયને થઈ સજા?’ એવું ન પૂછો,
મૂળમાં તો દોષ છે એનો જ આમાં, નાકનો નૈં.
થડ કહે કે કઈ રીતે સગપણ હું રાખું એની સાથે?
એ હવે હાથો બન્યો છે એ હવે આ ઝાડનો નૈં.
દુર્બળો માટે તો ખુદ ભગવાન પણ છે શ્રાપ જેવો,
એને પણ બલિ કોઈ બકરાનો ચડે છે, વાઘનો નૈં.
- અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો