એ પ્રથમ તો લગાર ચૂમે છે;
તે પછીથી ધરાર ચૂમે છે.
મારા હોઠોને પારિતોષિક દો;
કેવા મીઠા પ્રહાર ચૂમે છે!!
જાણે ખંજર હુલાવી નાખ્યું હો;
એમ દઈને તું ભાર ચૂમે છે.
તું ચૂમે છે તો એમ લાગે કે-
મારો પરવરદિગાર ચૂમે છે.
એમ સ્પર્શે છે તારા હોઠ મને;
જાણે ચાકુની ધાર ચૂમે છે.
~ રવિ દવે 'પ્રત્યક્ષ'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો