દુનિયાની અટકળોનો ઉત્તર બની શકે છે!
કોઈ માનવી જો ધારે, ઈશ્વર બની શકે છે!
પોતાનું અડધું ચીભડું જે બુદ્ધને ધરી દે,
કાંઈ ન હોય તો પણ સદ્ધર બની શકે છે!
દાતા ઘણા હશે પણ એવા તો સાવ થોડા,
કોઈની ગરીબી 'પી'ને શંકર બની શકે છે!
જે પણ મળ્યું હો એનો સંતોષ રાખે ને, તો
હર કોઈ સ્મિત પહેરી સુંદર બની શકે છે!
વાતોની સાથે સાથે કાર્યોય જેના સારા,
એનું જીવન ખરેખર અવસર બની શકે છે!
~ સંદીપ પૂજારા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો