આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં ગેંગેંફેંફેં.
હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું !
એવા બરછટ જેની આગળ પથ્થર સુધ્ધાં ગેંગેંફેંફેં.
ઘાવ જોઈ અટવાઈ ગયા છે આવ્યા’તા જે ઈલાજ કરવા,
દવા બધીયે મૂંગી થઈ ગઈ, હળદર સુધ્ધાં ગેંગેંફેંફેં.
એ રીતે જોયું એણે કે તલવારોનું કઈ ના આવે,
પળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં ગેંગેંફેંફેં.
ગુલાબ કહી દો, કહો મોગરો, બોલો કંઈ પણ બ્રાન્ડ,
એની સુગંધ આગળ લાગે અત્તર સુધ્ધાં ગેંગેંફેંફેં.
‘અનિલ’ ગઝલ આ સંભળાવીને તેં બહુ મોટા લોચા માર્યા,
શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુધ્ધાં ગેંગેંફેંફેં.
– અનિલ ચાવડા
આ ગઝલનું પઠન પણ સાંભળોઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો