એક સવારે મેં પાંપણ પર ઝાકળબિંદુ ઝીલ્યાં,
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
લઈ ખભા પર રાત આખી આ તારલિયાનો ખેસ,
રાત વાટતી રહી અંધારું અને બનાવી મેશ;
જરાક અમથી મેશ લઈ મેં આંખોમાં આંજીલ્યા!

સૂરજ! તેં તો ન્હાવા માટે અજબ કર્યો છે નુસખો,
જળને સ્હેજ હલાવા વિણ તડકાથી માર્યો ભૂસકો;
મારી અંદર હલ્યાં સરોવર, કમળ અચાનક ખીલ્યાં,

- અનિલ ચાવડા

- આ કવિતાનું પઠન પણ સાંભળો
વાહ અનીલ ભાઈ કવિતા નુ પઠન કરીએ તો જાણે મનનું ઝાકળ બિંદુ સરોવર બની જાય છે
જવાબ આપોકાઢી નાખો