પંખી બિચારાં માળો તૂટવાથી ત્રસ્ત છે,
માળી ફૂલોના મોંઘા જલસામાં વ્યસ્ત છે!

જે હાથની બધીયે આંગળીઓ ભ્રષ્ટ છે,
એ દેવ થઈ જવાના ખ્યાલોમાં મસ્ત છે!

એવી સિફતથી રંગી દીધાં છે પાંદડાં,
જોશે જે એ સમજશે વન તંદુરસ્ત છે!

કિલ્લો ભલે ઊભો હો મજબૂત એમનેમ,
કિલ્લા ઉપર મુકેલો વિશ્વાસ ધ્વસ્ત છે!

સપનું મળ્યાની આશે કરતી‘તી પ્રાર્થના,
આજે બધી એ આંખો આંસુથી ગ્રસ્ત છે.

~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો