વર્ષો પછી એણે જ સામેથી મને કહ્યું,
”આઈ લવ યુ, ડૂ યૂ લવ મી?”
ત્યારે હું
એક ઊં…ચા પર્વતની ટોચ પરથી
ખીણ તરફ ઢળેલા
ઝાડની ડાળી દાંત વચ્ચે દાબીને
કપાયેલા બે હાથ સાથે
નિ:સહાય લટકી રહ્યો હતો,
જો બોલું તો ખીણમાં જાઉં
અને
ન બોલું તો પણ….
– અનિલ ચાવડા
”આઈ લવ યુ, ડૂ યૂ લવ મી?”
ત્યારે હું
એક ઊં…ચા પર્વતની ટોચ પરથી
ખીણ તરફ ઢળેલા
ઝાડની ડાળી દાંત વચ્ચે દાબીને
કપાયેલા બે હાથ સાથે
નિ:સહાય લટકી રહ્યો હતો,
જો બોલું તો ખીણમાં જાઉં
અને
ન બોલું તો પણ….
– અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો