'એક હતી વાર્તા'માંથી સાભાર (પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ)
એક દિવસ બધા ધર્મો એક જગ્યાએ ભેગા થયા. એક વડવા ધર્મે બધાને પોતપોતાનો પરિચય આપવા કહ્યું. બધા પરિચય આપવા લાગ્યા. પોતે ક્યારે જન્મ્યા, કઈ રીતે વિકસ્યા, ક્યારે વિભાજિત થયા, ધર્મમાંથી કયા પેટાધર્મ બન્યા વગેરે વિશે જણાવવા લાગ્યા. બધા જ પોતાની ખૂબીઓ અને ખામીઓ અંગે ચર્ચા કરવા લાગ્યા.
આ દરમિયાન બે-ચાર ધર્મો એકબાજુ અલગ ખૂણામાં ઊભા હતા. તેમને જોઈને એક વડવા ધર્મે કહ્યું, “તમે ત્યાં કેમ ઊભા છો? અહીં આવી જાવ અને તમારો પરિચય આપો.”
પેલા ધર્મોએ મૂંઝાઈને કહ્યું, “અમને અમારો પરિચય ખબર નથી. માણસો હજી અમને બનાવી રહ્યા છે. અમે પ્રોસેસમાં છીએ!”
~ અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો