લે! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે

લે! મને તો એમ કે આખ્ખા નગરની વાત છે;
પણ હકીકતમાં તો બસ મારા જ ઘરની વાત છે.

કોઈ જણ આકાર જોશે, કોઈ જોશે રંગને,
કોઈ પણ હો ચિત્ર, માણસની નજરની વાત છે.

ક્યાં પહોંચ્યા આપણે ને ક્યાં પહોંચીશું હવે?
જન્મની સાથે જ માંડેલી સફરની વાત છે.

હું તને સમજાવું પણ સહેજેય સમજાશે નહીં,
વાત, કારણ કે બધી સમજણ વગરની વાત છે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો