કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં?

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં?

ગમે એટલું મનગમતાને ચાહી લીધું? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં?

જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં?

જેને આવી પાંખો એને પંખી માફક ઊડવા દીધાં,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં?

પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં?

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો