ઉદાસ મિત્રને આશ્વાસન આપવાની ગઝલ...

સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત;
પણ પ્રથમ ખાલીપણાનું તું વજન ઉપાડ દોસ્ત.

માન્યું ફેવિકોલ કરતાં પણ વધારે ચુસ્ત છે,
પણ ઉદાસી જેવું ચોટ્યું હોય તો ઉખાડ દોસ્ત.

આવશે, મોજાં હજી પણ બહુ ભયંકર આવશે,
તું ડરીને આમ તારી નાવ ના ડુબાડ દોસ્ત.

આટલો લીલો છે માટે તો કહું છું ધ્યાન રાખ,
કોઈ પણ સમયે અહીં કાપી નખાશે ઝાડ દોસ્ત.

દુઃખ કે પ્રોબ્લેમ તો કોને નથી હોતા, કહે?
બ્હાર તારે આવવું છે તો કૂદી જા વાડ દોસ્ત.

તેંય બારી-બારણાં ખોલ્યાં ઘણું સારું કર્યું,
પણ હવે ખુદનેય તું થોડોઘણો ઉઘાડ દોસ્ત.


- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો