ને આપ ‘વાહ વાહ‘ કરો છો, કમાલ છે!
સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વ માર્ગ પર;
જ્યાં જ્યાં મૂકું છું ડગ બધે કેળાની છાલ છે.
ચિંતા કરી રહ્યા છો કે ચિંતન આ વાત પર?
નફરત અમારી કેવી હશે જો આ વ્હાલ છે!
આ મૂક્યું લો તણખલું મેં મારા સ્વમાનનું,
વંટોળિયા તસુ ય હલાવે મજાલ છે!
સિદ્ધિનું કાં રહસ્ય પૂછો માત્ર સિદ્ધને?
પૂછો જરાક એને ય જે પાયમાલ છે!
નીંદક ! નથી હજીય મળ્યો આપને જવાબ?
મારા આ મૌન સ્મિત વિશે શું ખયાલ છે?
‘કાલે ફરી મળીશું?‘ કદી પૂછવાનું હોય?
જબરા છો, આ સવાલ એ કાંઈ સવાલ છે!
- અનિલ ચાવડા
સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વ માર્ગ પર;
જ્યાં જ્યાં મૂકું છું ડગ બધે કેળાની છાલ છે.
ચિંતા કરી રહ્યા છો કે ચિંતન આ વાત પર?
નફરત અમારી કેવી હશે જો આ વ્હાલ છે!
આ મૂક્યું લો તણખલું મેં મારા સ્વમાનનું,
વંટોળિયા તસુ ય હલાવે મજાલ છે!
સિદ્ધિનું કાં રહસ્ય પૂછો માત્ર સિદ્ધને?
પૂછો જરાક એને ય જે પાયમાલ છે!
નીંદક ! નથી હજીય મળ્યો આપને જવાબ?
મારા આ મૌન સ્મિત વિશે શું ખયાલ છે?
‘કાલે ફરી મળીશું?‘ કદી પૂછવાનું હોય?
જબરા છો, આ સવાલ એ કાંઈ સવાલ છે!
- અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો